બુદ્ધિઝમનું આકર્ષણ, 10 વર્ષથી કરું છું ‘બુદ્ધાઃ ધ ઈનર વૉરિયર’ની તૈયારીઃ પાન નલિન

27 નવેમ્બર, 2016 એટલે કે રવિવારે  પાન નલિનસાહેબનો ઈન્ટરવ્યુ સિટી ભાસ્કરમાં આવેલો. સ્પેસની મર્યાદાને કારણે અમુક પ્રશ્નો તથા વાતો નહોતા સમાવી શકાયા. માટે થોડા ફેરફાર સાથેનો એમનો અનએડિટેડ-ફૂલ ફ્લેજ્ડ ઈન્ટરવ્યું અહીં મૂકું છું.. તમને ગમશે!  

 

મૂળ અમરેલી જિલ્લાના ખીજડીયા ગામના નલીનકુમાર પંડ્યા આજે પાન નલિનના નામે જાણિતા છે. તેમની ગયા વર્ષે ‘એંગ્રી ઈન્ડિયન ગોડડેસ’ નામની અફલાતૂન ફિલ્મ આવેલી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા એવોર્ડ્સ તથા લોકોની સરાહના મેળવી હતી. આ ફિલ્મનું તાજેતરમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થયું હતું અને ટાટા સ્કાય દ્વારા તારિખ 28મીના રોજ તે દુનિયાભરમાં દર્શાવાશે. આ પ્રસંગે પાન નલિને સિટી ભાસ્કરના પાર્થ દવે સાથે ખાસ વાતચીત કરી હતી. 

 

ફિલ્મોમાં રસ કઈ રીતે પડ્યો?

હું નાનો, 14-15 વર્ષનો હતો ત્યાં સુધી મેં શહેર જોયું જ નહોતું. મારું ગામ અમરેલીની બાજુનું ખીજડીયા સાવ નાનું જન્ક્શન છે. ત્યાં પપ્પાની ચાની કેબિન હતી. હું એમને કામમાં મદદ કરાવતો. મને યાદ છે પહેલી વાર અમે ‘જય મહાકાલી’નામનું પિક્ચર જોવા ગયેલા. આધ્યાત્મિક પ્રકારનું કંઈક હતું. ત્યારે મને ઈન્સ્પિરેશન મળી કે, બોસ્સ આવું કંઈક કરવું છે; ફિલ્મ જેવું. આમા મજા પડે છે. લાઈટ, કેમેરામાં.. આમ પણ મને પેન્ટિગ કરવાનો, ફોટા પાડવાનો, થોડુંઘણું લખવાનો શોખ પહેલેથી જ હતો. એટલે આમાં વધુ રસ પડે..

 

અમદાવાદ સાથેના તમારા સંબંધ વિશે કહો.

અમદાવાદ-વડોદરામાં મેં અધધધ હૉલિવૂડ ફિલ્મો, ઉપરાંત ઈટાલિયન, જાપાનીઝ, ચાઈનિઝ ફિલ્મો જોઈ. વિશ્વ સિનેમા સાથે પરિચય થયો. મારા માટે ફિલ્મોની દુનિયા આ શહેરોમાં આવીને ખુલી. મને યાદ છે મેં મારો પહેલો 60mmનો સેકન્ડ હેન્ડ કેમેરો અમદાવાદના સાબરમતી બ્રીજ પાસે બજાર ભરાતી ત્યાંથી લીધો હતો.(ખડખડાટ હસીને કહે છે) હું એ સમયે વેડિંગ ફોટોગ્રાફી કરતો. ફિલ્મો જોવાનું સાઈડમાં ચાલું જ હતું. ધીમે ધીમે ફિલ્મ સ્ક્રીનિંગ લખવાનું શરુ કર્યું.

 

pannalin_4ઑકે. અમદાવાદ પછી તમે મુંબઈ તરફ જોયું; ત્યાંના અનુભવો..

પછીનો સ્ટેપ અફ કોર્સ મુંબઈ જ હતું. ત્યાં ગયો. મુંબઈમાં જોયું કે અહીં તમારું ફેમિલી કનેક્શન ન હોય તો કામ કરવું ખુબ જ ડિફિકલ્ટ છે. તમે કશું જ ન કરી શકો. તમને એડ ફિલ્મ કે ટીવી સિરિયલ્સ મળી જાય પણ ફૂલ લેન્થ ફિલ્મમાં કામ મળવું અશક્ય હતું એ સમયે. તો મેં ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું, અમુક એડ ફિલ્મો બનાવી. એમ કરતા એક વખત આર. કે લક્ષ્મણ સાથે મુલાકાત થઈ. અને તેમણે મારું લખાણ વાંચેલું. વાત આગળ વધી અને ‘વાઘલે કી દુનિયા’ના એઝ અ સ્ક્રીન રાઈટર 6 એપિસોડ લખ્યા.

 

તમારી ડૉક્યૂમેન્ટ્રી હોય કે શૉર્ટ ફિલ્મ્સ, હંમેશા અન્યથી અલગ-હટકે રહી છે. એ પછી ‘સમસારા’ હોય કે ‘એન્ગ્રી ઈન્ટિયન ગોડડેસ’. એનું કારણ?

મેં નક્કી કર્યું હતું કે હું ‘મારા પ્રકાર’ની જ વાર્તાઓ લખીશ. નહીં કે બીજાઓ જે લખે છે કે જે ‘ચાલે’ છે એ. વાત કરી એમ હું મુંબઈ હતો. એ સમયે મારી પાસે છુટકછુટક સિવાય બહુ કામ હતું નહી. BBC અને નેશનલ જ્યોગ્રાફી માટેની સ્ક્રિપ્ટ લખી. એ અને એના જેવા કામોની ઈન્કમમાંથી મારી પહેલી ફિલ્મ ‘સમસારા’ બનાવી. જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. હંમેશાથી ઈચ્છા હતી કે એવી હિન્દી ફિલ્મ બનાવીએ જે કોઈ બનાવતું નથી. અર્બન ઈન્ડિયામાં જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે એ વિશે લખીએ. અને એ રીતે સર્જાઈ ‘એન્ગ્રી ઈન્ડિયન ગોડડેસ’ જેને ખુબ સરાહના અને એવોર્ડ્સ મળ્યા. તે ફિલ્મને સ્ક્રીન વધારે કે માર્કેટીંગ એવું કશું જ નહતું, ફક્ત માઉથ ટુ માઉથ પબ્લિસિટિને કારણે ફિલ્મ ખુબ જ ચાલી.

 

pannalin_3aતમે ટિબેટીયન-લડાખી ભાષામાં ‘સમસારા’ બનાવી જેની વાર્તા બૌદ્ધ સાધુ પર છે અને હવે ‘બુદ્ધાઃ ધ ઈનર વૉરિયર’ લાવી રહ્યા છો, જે ગૌતમ બુદ્ધ પર છે. બુદ્ધિઝમ વિશે શું કહેશો? ખેંચાણનું કંઈ કારણ?

હા.. મને બુદ્ધિઝમ ફિલસૂફી ઘણી પ્રભાવિત કરે છે. બલ્કે કહી શકાય કે મને બુદ્ધિઝમ, હિન્દુઝસ સૂફી, જૈન-બધા ધર્મો આકર્ષે છે. ખેંચે છે. મને ગમે છે તેમની ફિલસૂફી સમજવી અને રજુ કરવી. ‘સમસારા’ બાદ મને ઈચ્છા હતી કે સિદ્ધાર્થને રિબાઉન્સ કરીએ. આજે આપણે આધ્યાત્મિક ઓછા ને ધાર્મિક વધુ થઈ ગયા છીએ. ‘બુદ્ધાઃધ ઈનર વૉરિયર’ની તૈયારી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છું. કહી શકાય કે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. મને હંમેશા લાગ્યું છે કે આજના જમાનામાં બુદ્ધની ફિલસૂફી આપણને ખુબ અસર કરે છે. તે આપણા માટે બિલકુલ સાચી છે. આજના યુથને એ જ પ્રશ્ન પજવે છે કે ‘ઘરે રહું કે નીકળી જઉં?’, ‘લગ્ન કરું કે ન કરું?’ ગૌતમ બુદ્ધની લાઈફ લૌથી સારી પ્રેરણા છે. અને આવું ઘણું બધું છે. આ મારે ફિલ્મમાં આજના જમાના પ્રમાણે દર્શાવવું છે.

 

ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા ખરી?

યસ, ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. નૉવેલ ઉપર પણ ઈચ્છા છે. મને ઝવેરચંદ મેઘાણીની ‘સોરઠી બહારવટિયા’ બહુ ગમતી. બાદમાં અમેરિકા ગયો પછી ખબર પડી કે એ તો અહીં પણ આ પ્રકારની વાર્તા, વૉરિયર્સની વાર્તાઓ છે. કચ્છ-કાઠિયાવાડની શૌર્ય-પ્રેમની કથાઓ છે-વાતો છે એ મને ગમે છે. મને અંજાર-કચ્છના જેસલ-તોરલની કથા પણ એકદમ બૌદ્ધિક જ લાગે છે. બુદ્ધ-યશોદરાની જેમ જેસલ-તોરલ. જેસલે આખી જીંદગી પાપો કર્યા અને અંતે જિંદગીનું મૂલ્ય સમજાયું. આ બધા પર ઘણું થઈ શકે એમ છે.

***

બૉક્ષ

અંગ્રેજી વગર આ દેશમાં કંઈ જ થવાનું નથી

વડોદરા ગયો પછી ખબર પડી કે શહેરમાં જવું હશે, આ ફિલ્ડમાં આગળ વધવું હશે તો અંગેજી બોલતા શીખવું પડશે. (હસીને)એના વગર આ દેશમાં કંઈ જ થવાનું નથી. પણ એ સમયે શહેરમાં જવા માટે મારી આર્થિક પરિસ્થિતિ એવી નહતી. થોડા સમય પછી મને સ્કોલરશિપ મળી અને હું બરોડ ફાઈન આર્ટ્સમાં જોડાયો. ત્યાં મને ખબર પડી કે NIDમાં ફિલ્મ મેકિંગનો એવો કંઈક કોર્સ પણ છે! આવું શીખવા પણ મળે છે. બાદમાં ત્યાં એડમિશન પણ મળી ગયું.

***

ahm-a2494717-large
પેજ નં. 4, અમદાવાદ-સિટી ભાસ્કર (તારિખ 27 નવેમ્બર,2016 – રવિવાર)

 

 

 

 

Advertisements

હફરક લફરક કરતો આવી… આલાબાપુને ખમ્મા કહી, સોનલને ગીત સંભળાવી… ‘છ અક્ષરના નામ’ વાળો એ, કૈક ભાળી ગયેલો કવિ : રમેશ પારેખ… જે મીરાં બની સામે પાર પહોચી ગયો…!!

બે વર્ષ પહેલા  દોસ્ત સંદીપ દવેના વીકલી પેપર ‘કચ્છ તહેલકા’માં લખતો. ત્યારે 21-05-2014 ના દિવસે ર.પા ઉર્ફે રમેશ પારેખ વિશે લેખ લખેલો. એ આજે સવારથી મગજમાં હતો. અને સંદીપ સાથે ‘કચ્છ તહેલકા’ની ઑફિસમાં બેસીને ખાધેલા સમોસા મગજમાં હતા. એ સિગારેટ જલાવતો અને મને પૂછતો, સામે ટેબલ પર એકાદ અશ્વિની ભટ્ટની બૂક પડી હોય. હું મારી બધી વાતો કરતો. એ કહેતો, આપણું પ્રિન્ટિગ ભૂજ-ભાસ્કરની પ્રેસમાં થાય છે. આજે એ ગાંધીધામ ભાસ્કરમાં પત્રકાર છે અને હું અમદાવાદ-ભાસ્કરમાં. ત્યારે એવી કલ્પનાય નો’તી.

ખેર, ઘણી યોદો છે, વાતો છે. વિતેલા દિવસો છે, ટી-પોસ્ટ છે… અને વાંચનના રસિયાઓની બેત્તુકી ઝિંદગીઓ છે; જેના એકેય છેવાડા નથી, ઠેકાણા નથી.. શું કરવું છે, ખરેખર શું કરવું છે કોઈ સ્યોર નથી! આઈ થિંક. 

અને અત્યારે મારી પાસે રમેશ પારેખ ‘ફૂલછાબ’માં કટાર લખતા એના ચૂંટેલા લેખોનો સંગ્રહ છે:’ચાલો એકબીજાને મળીએ!’. સરસ પૂસ્તક છે. રમેશ પારેખે પોતાના ગીતો કે કવિતા નહીં, પણ તેમણે અન્યના ગીતો અને કવિતાનો સુરેશ દલાલ કે હિતેન આનંદપરા કે રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ની જેમ આસ્વાદ કરાવ્યો છે, તેમના વિશે લખ્યું છે પોતીકી શૈલીમાં. આ પુસ્તકની શરુઆતમાં રજનીકુમાર પંડ્યા કહે છે કે,’… મેં વાર્તા પકડી રાખી અને એમણે કવિતાને આરાધ્યા બનાવી. પરિણામ સરાજાહેર છે- એ યુગસર્જક કવિ બની રહ્યા. સહજ કવિ-એટલા અને એવા જબ્બર ઉન્મેષવાળો કોઈ કવિ ગાંધીયુગને પછાડી આવ્યો નથી.’

***

ઑવર ટુ માય ઓલ્ડ લેખ…

૨૭, નવેમ્બર ૧૯૪૦માં જન્મ. ગામ અમરેલી. ‘છ અક્ષરનું નામ’ –રમેશ પારેખ. રમેશ મોહનલાલ પારેખ!! રોમેરોમ કવિતાથી છલકાતો માણસ. શબ્દોથી ફાટફાટ થતું હૈયું અને કલમથી તરબતર હાથ! સોનેટ અને ગઝલના મોતીઓથી પરોવાયેલી માળાથી રચાયેલો સમુદ્ર! જેના લોહીમાં ગીતોની સાહ્યબી વહે છે એ રમેશ પારેખ!

મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ત્યાર બાદ કારકુનની નોકરી કરી. પત્ની રસીલાબહેન. બે સંતાનો- નેહા અને નીરજ. સંગીત, ચિત્રકલા, જ્યોતિષમાં ઊંડો રસ. પણ એથીયે ઊંડો રસ, જેના થકી આપણે ર. પા. ઉર્ફે રમેશ પારેખને જાણીએ છીએ એ ….કવિતાનો… પણ શરૂઆત કઈ રીતે કરવી? વિવેક ટેલર લયસ્તરો પર નોંધે છે: ‘માહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો જામવંત યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનીલ જોશી નામના અંગદ ન મળ્યા હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે.’ અમરેલી જન્મભૂમી તો રાજકોટને કર્મભૂમિ બનાવી. સૌથી પહેલી કવિતા ‘ચશ્માંના કાચ પર’ લખી, જે ‘રે’ મઠના કૃતિ સામયિકમાં છપાઈ અને ૧૯૫૯માં સૌથી પહેલી વાર્તા ‘પ્રેતની દુનિયા’ ચાંદની માસિકમાં છપાઈ. અનીલ જોશીને કવિતા માટેના ગુરુ અને પરમ મિત્ર માનતા. કવિતા-ગીતો-વાર્તાઓ ઉપરાંત સપાંદન કર્યું, ચિંતનાત્મક લેખો લખ્યા.

***

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ..સોનલ…

આ સોનલ કોણ છે? ર. પા. ની સોનલ.. રમેશ પારેખે સોનલના નામે ઘણાય કાવ્યો લખ્યા. કહી શકાય કે સોનલકાવ્યો રચ્યા. કોણ છે આ સોનલ? સોનલ એક એવી વ્યક્તિ છે જે તમારા ભાવ વિશ્વને સાક્ષીભાવે નીરેખે છે. એ ક્યાંક કોઈનામાં જોયેલો ઉજાશ હોઈ શકે, ક્યાંય ન જોયેલી કોઈ  સ્ત્રી હોઈ શકે, એ એક ઘટના હોઈ શકે! સોનલ એ, એ ક્ષણની ઝંખના હોય જે ક્યારેય નથી મળવાની! એ તમારો એવો ભાવ હોઈ શકે જે શબ્દોરૂપે પ્રગટ થતો આવ્યો છે. સોનલ એ પ્રવાહી જેવી છે, જે કોઈ પણ વિચારોનો તંત પકડીને આકાર ધારણ કરતી રહે, ફરતી રહે! સુરેશ દલાલ કહે છે: ‘એમની કવિતામાં આવતી સોનલ પુનર્જન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાશન છે.’ એ એક કલ્પના છે, જે કોઈ વાસ્તવિકતામાંથી ઉદભવી છે! અથવા અત્યારે એવી શબ્દોરૂપી વાસ્તવિકતા છે, જે એક કલ્પનામાંથી જન્મી છે! (બહુ કન્ફૂઝ્ન છે!! ?) તો રમેશ પારેખ ખુદને પૂછીએ કે કોણ છે આ સોનલ? આપણી જેમ જ, આમ જ કોઈ બૌ પહેલા પૂછતુ, ત્યારે એ ર. પા. સ્ટાઈલમાં કહેતા: ‘જવાબ માટે જયારે આમારા બંધ પરબીડિયા જેવા હોઠની કિનાર લગરિક ઊંચકાતી તો તેમાં સો-સો ડોકિયા થતા, અમારા ચહેરાને માઈક્રોસ્કોપ નીચે મૂકી તપાસતો; અમારા વાળ ફરકે તોય સો-સો અફવાઓ જન્મી પડતી. કુતુહલપસંદો સુગંધના શોખીન થઇ જતા ને અમારા પગ સુંઘતા.’ આગળ રમેશ પારેખ કહે છે: ‘મુગ્ધ પ્રાધ્યાપકો, લીમડાની છાલ જેવા સુકકાભઠ વિવેચકો, ગુલાબની થપી જેવી કાચી કાચી છોકરીઓ- સૌ પૂછતાં, ચૂંથતા, ખોલતાં, ખખડાવતાં, ખોદતાં, ઉલેચતાં, ચીરતાં, પટાવતાં કે, સોનલ કોણ છે?’ લોક જાહેરમાં તાકીતાકીને પ્રશ્નોના બાણો મારતા કે કોણ છે આ સોનલ? ત્યારે રમેશ પારેખ ‘ર. પા. –બ્રાંડ’ સ્ટાઈલ માં કહેતા: ‘હે દોસ્ત, સીધો તીર જેવો કોઈ પ્રશ્ન ન કર,/ આ મારો ચહેરો માત્ર ચહેરો છે કઈ ઢાલ નથી.’ ને પછી ‘સિક્કાઓ પડતા સોનલના નામના !’ કહી, ખુદ ખુબ રાજી થઈને કહે છે: ‘અમારા જીભના મૂળમાં સોનલનું ઘર હતું. આંખમાં હતી સોનલની ગલીઓ ને શ્વાશોમાં સોનલની રમ્ય, કામ્ય પગલી.’ (રમેશ પારેખના પુસ્તક ‘હોંકારો આપો તો કહું’ માં ‘સસલા જેવી, ચાબુક જેવી, સફરજન જેવી સોનલ કોણ છે?’ મથાળા હેઠળ આ લખ્યું છે. મથાળું એ કેવું લખ્યું છે!!)

સોનલ ઉપરાંત ‘આલા ખાચર’ ના કાલ્પનિક પાત્ર વડે કાઠીયાવાડના બાપુઓની મનોદશાનું વ્યંગનાત્મક અને કરુણ આલેખન કવિતાઓમાં કર્યું છે. વ્યંગનાત્મક કવિતામાં આલાબાપુ હળાહળ દંભ અને મિથ્યાભિમાનથી ખદખદ ભરાયેલા!  ર. પા.ની એક કવિતામાં આલાબાપુ ઉવાચ!: ‘સરપંચ નથી થાવું, બધી બાચ્છાઈ જાય ચૂલામાં- ને આબરુની માને પૈણે કુતરા- અરે, વરલી મટકું ય નો ખપે, જા…-હાળું એકનું એક, એકનું એક, એકનું એક- કેટલી વાર? કેટલી વાર? કેટલી વાર?’ 

rameshparekh  ગુજરાતી ભાષાની કવિતાને સાવ નવા, અવનવા, હમેશ તરોતાજા લાગે એવા અર્થસભર કલ્પનો, પ્રતીકો, શબ્દો મળ્યા. ર. પા. એ લખ્યું છે: ‘આ હાથ તો હજુએ ગજવેલ જેવા/ છે છતાય સાવ ગધના ખખડેલ જેવા.!’ આ છે રમેશ પારેખ! ‘ગધ ના’ શબ્દનો કેવો ઉપયોગ? ! આજે, અત્યારે બહુ ઊંડું ઉતરવું નથી જો કે, આખું માણવું છે!! (પણ ઉતરવા જેવું ખરું!) આગળ આંખ વિષે કહે છે: ‘ને આંખ? આંખ પણ તદ્દન છે છિનાળ/ એના બધા લખણ છે ભટકેલ જેવા.’ ‘એણે દીધેલ સપના લઈને ફર્યો હું/ ને એ તમામ નીકળ્યા બટકેલ જેવા’ આ છે શબ્દ પ્રયોગ! ખખડેલ હાથ, ભટકેલ આંખ અને બટકેલ સપના!! હવે વધ્યું શું? તો કહે છે: ‘બાકી વધેલ ધડ ને સક્ળંક શ્વાસો/ ગંદા, લબાડ, વસમા, દમિયેલ જેવા.’ અને છેલ્લે આબાદ રમેશ ઝીલાય છે: ‘ચાલો, રમેશ અહીંથી ભણીએ ઉચાળા/ ક્યાં સુધી આમ ભજવાઈશું ખેલ જેવા?’

 

“પત્તર ન ખાંડો હે મારાં આંખ, કાન ને નાક

ચાલો અહીંથી છુટા પડીએ લઇ સહુ-સહુનો વાંક.”

રમેશ પારેખના કાવ્ય સંગ્રહોમાં ‘છ અક્ષરનું નામ’, ‘ક્યાં’, ‘ખડિંગ’, ‘ત્વ’, ‘સનનન’, ‘ખમ્મા, આલાબાપુને’, ‘મીરાં સામે પાર’, ‘વિતાન સુદ બીજ’, ‘અહીથી અંત તરફ’નો સમાવેશ થાય છે. ‘છ અક્ષરનું નામ’માં તેમની બધી કવિતાઓ ગ્રંથસ્થ થઇ છે. ‘મીરાં સામે પાર’ માં રમેશ પારેખના મીરાકાવ્યો છે જેમાં, સહજ આધ્યત્મિકતા નજરે પડે છે. ‘ગીર નદીને તીર’ અને ‘આ પડખું ફર્યો લે!’ નું સંપાદન કર્યું છે. બાળસાહિત્યમાં ‘ચી’ અને ‘હાઉક’ જેવા બાળગીતો તથા ‘દે તાલ્લી’ અને ‘હફરક લફરક’ની બાળવાર્તાઓ લખી છે. નાના હતા, શાળામાં ભણતા ત્યારે ‘એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો/ બંને બથ્થમબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો.’ જોરજોરથી ગાતા, એ કેમ ભૂલાય? જીવન દરમ્યાન ગુજરાતી સાહિત્યના અકાદમી અને પરિષદ પારિતોષિકો, સુવર્ણચંદ્રકો, ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ અને અન્ય ઢગલાબંધ પુરસ્કારો મળ્યા. હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોક્વાયેકા કે દંતકથા રમેશે પારેખે સાચી પાડી! ર.પા. ‘મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, ‘રમેશ’,/ કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર?’ લખે છે અને એ જ કવિ સીટ્ટીનો હીંચકો બનાવી છોકરીને ઝૂલવાનું કહે છે! ગુજરાતી ભાષાના સર્વે કવિઓમાં અનોખો તરી આવતો કવિ…

ramesh-parekhમોરારીબાપુએ કહ્યું હતું: -‘આ કવિ કૈક ભાળી ગયેલો છે.’- ર. પા. એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યુ અને એન્ટીક સૌન્દર્ય! એમની લોહીમાં કવિતાની સાહ્યબી અને શાહીમાં જાણે લોહી વહેતું હોય! એ વગર બોલે ઘણું જ કહેતા હતા!: ‘બોબડી સવેન્દના ઉકલી નહી છેવટ સુધી/ એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?’ સવેન્દના બોલી, શબ્દો બોલ્યા, લાગણીઓ બોલી…અને સોનલ સાંભળતી રહી!! એ સોનલ, આલાબાપુ સૌ એક દિવસ સમયની ગર્તામાં સરી ગયા. ફૂંક ફૂગ્ગોમાં ભરતા ના આવડી, પણ શ્વાસમાં શ્વાસ ભરતા આવડે! એમ કહેતા એક દિવસ એ શ્વાસ અટકી ગયા. હ્રદયરોગ…. શરૂઆત માં કહ્યું એમ ‘છ અક્ષરનું નામ’ એટલે રમેશ પારેખ. એ નામ અચાનક જ ૧૭ મેં, ૨૦૦૬ના અ-ક્ષર થઇ ગયું. જાણે અત્યારે ર. પા. અ-ક્ષર દેહ થઇને કહી રહ્યા હોય: ‘માર્ગમાં આવે છે મૃત્યુની પરબ/ જ્યાં થઈ હરએક રસ્તા નીકળે.- ‘ર’ નિરંતર મેશ-માં સબડે અને/ સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.’ આ કવિતાના શહેનશાહ સામે કોઈ પણ કવિતાનો સુરજ કાળો જ લાગવાનો… ગયા અઠવાડિયે શનિવારે ગયેલ એમની ૮મી પુણ્યતિથી નિમિતે એમને કવિતાંજલિ..

લાસ્ટ લાઈન= “આ વાણી, આ ભાષામાંથી મારાં માપનો જોડો સિવાયો છે.”~રમેશ પારેખ

કૉલમ – ‘માઈન્ડ વેવ્સ’ (‘કચ્છ તહેલકા’, ૨૧-૦૫-૨૦૧૪)

સબંધો-લાગણીઓની દુનિયા…

ઘણા સમયથી-છેલ્લા કલાક ઉપરથી કંઈક લખવાની ટ્રાય કરું છું. કાંઈ સૂઝતું નથી. કંટાળા આવે છે પોતાના ઉપર. ફેસબૂક ખોલ્યું, બંધ કર્યું. બ્લોગ ઑપન કર્યો, ક્લોઝ કર્યો.  યુ ટ્યૂબમાં સોન્ગ સ્ટાર્ટ કર્યું, પોઝ કર્યું. કંઈક યાદ કર્યું…કંઈક ભૂલ્યો, પણ નહીં. જૂની ફાઈલ્સ ખોલી. લખેલી અને અમુક ‘ન સ્વીકારાયેલી’ વાર્તાઓ વાંચી. મારી જ વાર્તા; સારી લાગી! મજા આવી. એમાંથી એક ‘રામ…’ કરીને છે, એ બ્લોગ પર શેર કરવાનું વિચાર્યું, પછી રામ મોરીને મેસેજમાં મોકલીને માંડી વાળ્યું. આમેય મને ઓછી ગમે છે. પછી અમુક મારા અનપબ્લિશ્ડ આર્ટિકલ્સનું ફોલ્ડર ખોલ્યું અને વાંચવા માંડ્યો. અમુક સાવ પર્સનલ નીકળ્યું ; સાલું મનેય શરમ આવતી’તી વાંચીને! મૂકી દીધું. બહુ પહેલા સ્ટાર્ટ કરેલી અને ત્યારે જ બંધ કરી દીધેલી ડાયરી ઓપન કરી.(ડાયરી પણ લેપટોપમાં જ લખવાની. ‘ડાયરી’ નામથી ફાઈલ બનાવીને એટલે રિયલ જેવી ફિલીંગ આવે!) એ વાંચી ગયો. અમુક પર્સનલ પિસિસ જોઈ ગયો, એ બ્લોગ પર શેર કરવા છે પણ અમુક જે ફોટો ખપે છે એ મળી જાય પછી શેર કરીશ. અને અંતે આ શેર કરવાની ઈચ્છા થઈ. 10 માર્ચ, 2015ના લખેલું છે. જૂનું છે. હેડિંગ ‘સંબંધો-લાગણીઓની દુનિયા’ એવું મેં ત્યારે આપ્યું હતું. હવે અત્યારે આખું ફરીથી વાંચીને એમ થાય છે કે આનાથી સારું બીજું કાંઈક આપી શકાત. પણ  એ જ યથાવત રાખ્યું છે. મારી ત્યારની ફિલીંગ્સનું માન રાખ્યું! આમેય કાફી ભારે ફિલીંગ્સ હતી એ..ખબર નહીં,  કેમ-કઈ રીતે-કઈ ક્ષણોમાં અને સુકામ આ લખ્યું હશે, લખાવ્યું હશે મારા બદમાશ મને…

વધું કશું નથી કહેવું. પેશકશ છે મારી ત્યારની વાતો…  🙂  

લગભગ ૪ વર્ષ પહેલા હું રૂમ જોવા વડોદરા ગયેલો. ‘ક્યાં રહીશ, કેમ રહીશ’- એ બધું જોવાનું હતું, જોઇને પાછા આવવાનું હતું. બેથી ત્રણ દિવસનો પ્રવાસ હતો એટલે બહુ ચિંતા નહોતી. બિંદાસ ગયો હતો. પછી રૂમ ગમશે, ઝાઝું રહેવાનું થશે ત્યારે સાવ નાનું મોઢું થઇ જશે એ ખબર હતી પણ અત્યારે તો ફરવાની દ્રષ્ટિએ ગયેલો. સવારે પહોંચ્યો, એક દિવસ પત્યો ને રાતના ઘરે વાત કરી. કશુંક અજુગતું લાગ્યું, કૈંક અધૂરું લાગ્યું. વાતોમાં એક શૂન્યાવકાશ લાગ્યો. કહીએ ને કે આમ- ‘મજા ન આવી’, એના જેવું! પણ ત્યારે અત્યારની જેમ-આટલો વિચાર કરવાનો સમય ન હતો અને એવી બુદ્ધી પણ ન હતી! તો ‘હશે કંઈ’ એવું સમજી-વિચારીને સુઈ ગયો.

બીજો દિવસ, સવારે વાત કરી. સાવ એવું જ- ‘ખરાબ’ લાગ્યું, મજા ન આવી. પપ્પાથી વાતો કરી, મમ્મીથી કરી. મને એકઝેટ યાદ નથી પણ એ દિવસે સાંજના ભાગમાં મમ્મીને મેં પૂછ્યું હતું કે ‘શું થયું છે?’

‘કંઈ નહીં..’

‘ના.. તું કે… કે’તી કેમ નથી? શું થયું છે?’

‘ખમ પપ્પાને આપું!’

‘હેં? કા…?’

‘હેલ્લો… બેટું..’

‘હા.. આ બધું શું છે?’

‘દાદા રજા લઇ ગયા છે બેટા. તું નીકળ્યો એ જ દિવસે. તું નીકળત, પાછો આવત તો પણ બપોર પડી જાત. અમને એમ કે તું નિરાંતે ફર.. પછી..’

વગેરે વગેરે વગેરે.. આવું બધું થયું હતું. મેં કહ્યુંને મને અક્ષરસઃ એકઝેટ કશું જ, કાંઈ જ યાદ નથી પણ આ યાદ છે, આટલું યાદ છે અને આમ યાદ છે. કેટલું બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ, પણ અમુક પ્રસંગો, ઘટનાઓ અને વાતો આરસની તકતી ઉપરના ઘસરકાની જેમ કોતરાઈ જતી હોય છે. એ નથી નીકળતી, નથી ભુલાતી.. આપણે નથી ભૂલી શકતા…

પપ્પાની પહેલી લીટી સાંભળીને શાંત, એકદમ ચુપ… શાંત થઇ ગયો હતો. પછી એમણે ઘણું કહ્યું, મને સમજાવવાની રીતે કે ‘એન્જોય કરજે, ટેન્શન ન લે’જે, તને તો ખબર હતી.. બહુ વિચારતો નહીં..’

હમમ… ટેન્શન નહીં લઉં, મને બધી ખબર હતી.. બધી જ, એન્જોય પણ કરીશ પણ… આ વિચારોને કેમ રોકવા..આ..આ..આ..આ…???

આમે નથી રોકાતા તો તો આવું થાય ત્યારે કેમ કરીને રોકવા? પપ્પાએ કહ્યું હતું કે જો ટાઈમ મળે તો ફિલ્મ જોજે. યસ.. અને એ બરાબર હતા. જે ‘હતા’ એ તો ‘જતા’ રહ્યા હતા. હવે ‘છે’ નહીં અને હવે કાંઈ જ અર્થ નથી. બેસણા કે ઉઠમણા કે પ્રાર્થનાસભામાં પહોંચવાનો ન’તો અને મને એવી કોઈ ઈચ્છા પણ નહોતી. સમાજ માટે બારમું-તેરમું હતું! અને આમે ત્યારે હું નાનો હતો.

આ બધું સાંભળી, વાત કરી, હસીને હું સુતો. સાલું અત્યારે પણ કૈંક લાઈફમાં નાની એવી ઉથલપાથલ કે ગડબડ થાય છે તો નીંદર નથી આવતી, કંટાળા આવે છે, ક્યારેક મગજ જાય છે. હા.. પછી બધું બરાબર થઇ જાય એની મેળે..! થોડી વાર માટે હોય..  અને ત્યારે તો..

હું સુતો… હું સુતો… આંખો ખુલી અને હું સુતો… બીજા ત્રણ જણ હતા, મિત્રો હતા.

બીજો દિવસ, મોલ ફરવા ગયેલા. તમારું મન-હ્રદય અને શરીર એકદમ વિરુદ્ધ દિશામાં કામ કરતા હોય ને, ત્યારે જો જો કેવુંક થાય છે? જો કે, આવું તો લગભગ  કાર્યોમાં આપણે કરીએ છીએ પણ જયારે ‘આવું’ થાય ત્યારે લડવાની મજા આવે! એમ લાગે કે ‘પરાણે’ હસી રહ્યા છીએ…

વડોદરા જોયું, રાતના બસમાં બેઠો. સવારે એક દોસ્ત લક્ઝરીમાંથી ઉતારવા આવ્યો. ઘરે પહોંચ્યો અને ગળદી ગળદી..! જાણે ભીડ હતી!

અંદર ગયો, દાદા જે જગ્યાએ બેસતા-સુતા-વાતો કરતા એ જગ્યાએ..

ત્યાં એક કબાટ છે, કબાટની બહાર આરીસો, એટલે ઘરમાં હોઈએ ત્યારે ત્યાં જઈએ. દાદા હોય. ઘણી બધી વાતો છે… જયારે અંજાર આવે ત્યારે આ રૂમમાં જ હોય લગભગ.. એ રૂમમાં ગયો, અરીસામાં ચહેરો જોયો, આમ મોં કર્યું…

રૂમ ખાલી લાગ્યો…

માણસોથી ભરાયેલું ઘર ખાલી લાગે ત્યારે સમજવું કે તમે દુઃખી છો. અને ઓછા માણસોથી ઘર હર્યુભર્યુ લાગે ત્યારે બધું મૌજમાં દોડતું હોય છે. આ જ જિંદગી છે આમ તો… આપણાથી કશું જ થવાનું નથી. આપણે પછી બધી વિધિઓ કરવાની, શ્રાદ્ધ કરવાના, પિંડ દાન કરવાનું, વાતો કરવાની, યાદ કરવાનું, જમવાનું-હસવાનું, રડવાનું,  વગેરે વગેરે..

આપણી જિંદગી ‘વગેરે વગેરે’થી ભરાયેલી અને એનામાં સમાયેલી જિંદગી છે…

બા બહાર, આંગણામાંથી આવ્યા. મને જોયો, રડી પડ્યા. હું ગયો-નજીક ઉભો રહ્યો. એક શબ્દ પણ ન નીકળ્યો. ફરી ઘણું બધું મગજમાં ચઘડોળાય છે… ફઈ આવ્યા. મેં વિચાર્યું-‘એમના પપ્પા ગયા…’.

બીજો દિવસ, ત્રીજો દિવસ… ચોથો દિવસ… બારમું-તેરમું..  હસીમજાક, જૂની વાતો-યાદો…

એક દિવસ અંજારના બગીચે બેઠો હતો. વિચાર્યું, મને પપ્પાનો ફોન આવ્યો ત્યારે હું વડોદરા હતો-એ પછી, પછીના બે-ત્રણ દિવસ પણ હું રડ્યો નહોતો. આવીને પણ નહીં. ક્યારેય નહીં. જબરું કેહવાય!

ઘણા દિવસે ઘરે એકલો ટીવી જોતો હતો. સંભળાયું-થયું કે અંદર દાદા છે. દાદા બેઠા છે. બહાર એમને બરાબર દેખાતું નથી પણ નજરો જીણી કરીને જોય છે. હાથમાં બીડી છે. ઉભડક બેઠા છે. મને એવું થયું. હું આમ બેઠો હોઉં એટલે એ આવે, આવીને બસે, વાતો કરે, હસે… ઘણું બધું…

મને ખબર હતી કે આ આભાસ છે, પણ છતાંય આભસ ગમતો હતો. આપણને ઘણા બધા આભાસો પણ ગમતા હોય છે. આપણે કલ્પનાઓની કઠપૂતળી છીએ. આપણે ધારેલી અને કરેલી ઈચ્છાઓ અને આકાંક્ષાઓનાં માણસો છીએ. અને એમાં મજા છે, એમાં જ મજા છે. ટીવી બંધ કર્યું, બહાર નીકળ્યો. ઘરને તાળું મારવું પડ્યું, અંદર કોઈ ન હતું..

ક્યારેક સપનામાં પણ આવી જાય છે. આવીને સામે જોય-હશે-વાતો કરે, જતા રહે. કશું યાદ ન રહે, ક્યારેક આખો દિવસ યાદ આવ્યા કરે. સતત-અવિરત ચાલે એનું નામ: યાદો! એકબીજામાં વીંટળાયેલી યાદો છે. એક ખુલે છે તો પટારામાં બાજુમાં કસોકસ ભરાયેલી બીજી બધી ‘યાદોની થપ્પી’ ઉડાઉડ કરે છે. ઝાલવી પડે છે, પકડવી પડે છે… ખુદને સંભાળવું પડે છે…

સમય ઈલાજ છે. સમય દવા છે. સમય ઘા રૂઝવી દે છે. સમય બધું ભુલાવી નાખે છે. સમય આપણને ટેવ પાડતા શીખવી દે છે…! અને એક દિવસ, સમય આપણને પસાર કરી નાખે છે…

દાદાની એક જૂની છબી છે, એ ઘરમાં રાખી છે. ઓલ્ડ છે, એમની જુવાનીની. જોવી ગમે એવી અર્ધગોળાકાર ચશ્માની ફ્રેમ પહેરીને, સુટ પહેરીને… ફ્રેમ બનીને ભીંત ઉપર ગોઠવાઈ ગયા છે. ઘરે આવતા મિત્રો પૂછી લે છે, ‘આ…’

‘એ મારા દાદાનો ફોટો છે. એમની જુવાનીનો!’

આમ બોલવું ગમે છે. મને ભરપુર જુવાની વિતાવતો જોવો -એમને ગમતું હશે.

અને એક દિવસ એમ જ-અનાયાસે-કોઈ નબળી ક્ષણ કે કારણ વિના, વગર વિચારે કે ઘણું બધું વિચારીને રડી પડ્યો.. રડી પડાયું…

છેક ત્યારે રડ્યો. મોં ફાટ રડ્યો. સાલું રડવું પણ એકલું એકલું જ આવ્યું. દાદા મરક મરક હસતા હશે. એમના ખોળામાં ઘણું હસ્યો-રડ્યો-મજા કરી. બસ રડી લીધું… રોઈ નાખ્યું.. રોઈ લીધું… લાગણીશીલતાની ચરમસીમાએ રડવું નથી આવતું, ગુંગળામણ થાય છે…

***

હવે ક્યારેક ક્યારેક મને માથાની જમણી બાજુએ, પાછળના ભાગમાં ચામડીનો ભાગ ઉપસી આવે છે. નાનકડા ગુમડા જેવું, સહેજ મોટી ફોડલી જેવું કે નાનકડી રસોડી  જેવું-લાગે. પહેલી વાર અડતા એમ થાય કે ગાંઠ છે. પણ એ ત્રણેક દિવસ રહે અને પછી બેસી જાય છે. એક વાર બધે બેઠા હતા, ત્યારે ફઇએ યાદ કર્યું, કહ્યું: ‘આવું ખબર છે પપ્પાને થતું? … આવું તારા દાદાને થતું.. એ બતાવતા અડીને, આમ જ! પછી બેસી જતું, મટી જતું..’

યસ.. આઈ એમ ડીએનએ ઓફ હિમ! કશું જ એમ જ નથી થતું! થાય છે કે આ સબંધોના કેવા આટાપાટામાં ગૂંથાયેલા છીએ આપણે? સબંધોની દુનિયા, લાગણીઓનો દરિયો… પ્રેમનું-સ્નેહનું..વ્હાલનું સામ્રાજ્ય… આ દરિયામાં, સામ્રાજ્યમાં, આ દુનિયામાં ડૂબતા- આ લખતા મગજને કસવું પડે છે, હ્રદય ઉપર ભાર લાગે છે…

તારું હોવું મને ગમે છે!

પ્રેમ વિષે ખલીલ જિબ્રાને કહ્યું છે :

‘પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોય નથી.

પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી અને કોઈનો તાબેદાર બનતો નથી;

કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે.’

બની શકે કે આ વાતો કેટલાકને ‘ખયાલી પુલાવ’ લાગે પણ અહીં ખલીલ જિબ્રાને પ્રેમની વાત કરી છે તે ઈશ્વર પ્રત્યેના પ્રેમ અથવા તો ભક્તિની કરી છે.

એના પછીની પંક્તિ વાંચો :

‘જ્યારે તમે પ્રેમને અનુભવો ત્યારે ‘પ્રભુ મારા હૃદયમાં છે’ એમ કહેવા કરતાં ‘હું પ્રભુના હૃદયમાં છું’ એમ બોલો.’

અને એમ ન માનો કે તમે પ્રેમનો માર્ગ દોરી શકશો; કારણ, જો તમારી પાત્રતા હોય તો પ્રેમ જ તમારો માર્ગ દોરે છે.

સીરિયામાં આવેલા લેબેનનમાં ૬ જાન્યુઆરી ૧૮૮૩ને દિવસે જન્મેલા જ્ઞાાની, કવિ અને ચિત્રકાર એવા ખલીલ જિબ્રાનનાં પુસ્તક’ધ પ્રોફેટ’માં આ કવિતા આપેલી છે. જેનો ગુજરાતીમાં અનુવાદ સાધુચરિત વ્યક્તિત્વના માલિક કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાએ કર્યો છે. જિબ્રાનનાં દરેક પુસ્તક એમના દ્વારા દોરાયેલાં ચિત્રોથી અંકિત છે. ‘ધ પ્રોફેટ’માં પણ ચિત્રો આપેલાં છે; ‘વિદાય વેળાએ’માં એમાંથી ત્રણ ચિત્રો ઉતાર્યાં છે. વસાવવા અને વારંવાર વાંચવા જેવું આ પુસ્તક છે, જેને મહાદેવ દેસાઈએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ પછી, એની કોટીનું બીજું પુસ્તક કહ્યું છે. આ લખીને ફક્ત ૪૮ વર્ષની ઉંમરે તારીખ ૧૦ એપ્રિલ, ૧૯૩૧ના રોજ દુનિયાથી વિદાય લઈ લેનાર ખલીલ જિબ્રાન કહે છે :

‘તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણવા છતાં એની સામે ઊભો થતાં ધ્રૂજે છે.

…શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાનાં કર્મમાંથી મુક્ત કરી નિરૂપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ઊડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?’

***

તો, જિબ્રાનથી શરૂ કરીને અત્યાર સુધી કેટકેટલાય લેખકો-કવિઓ દ્વારા પ્રેમ વિષે લખાયું છે, લખાતું રહે છે અને લખાતું રહેશે.(કેટલાક લેખકોને લખવા માટેનો વિષય ન મળતાં પણ પ્રેમ વિષે ઘસડી મારતા હોય છે.) કવિતાઓ, વાર્તાઓ, નોવેલ્સ, જોક્સ, ઈટીસી ઈટીસી, કેટકેટલુંય! કેમ કે, પ્રેમ જ એક એક્સ્પાયરી ડેટ વિનાનો શાશ્વત વિષય છે. પ્રેમમાં લોકો ‘ચાલતાં’ નથી ‘પડે’ છે. અને ઊંધેકાંધ પડે છે. સૌ જાણે છે કે પ્રેમ કોઈ કરતું નથી થઈ જાય છે… એ ચાહે તરુણાવસ્થા, કિશોરાવસ્થા અને ‘આવું આવું’થતી જવાનીની ઉંમરમાં થતા ક્રસને કે પછી આકર્ષણ, આસક્તિ, સ્નેહ, મિત્રતા, વાસના, વગેરેને પ્રેમનું નામ આપી દેવાતું હોય તો ખબર નથી. અને આમ પણ વર્ષોથી બૌદ્ધિકો અને અબૌદ્ધિકો ‘પ્રેમ’ અને ‘સેક્સ’ વચ્ચેનાં સમીકરણને ઉકેલવાની નાકામ કોશિશ કરી રહ્યા છે. કેટલા બધા પ્રેમીઓના પ્રેમની શરૂઆત શરીરના ગમવાથી જ થતી હોય છે. ‘પ્લેટોનિક’ પ્રેમ હોતો હશે? હોતો હશે. ચલો, જવા દો!

પ્રેમ, આકર્ષણ, મોહ, સ્નેહ, વગેરે પછી જ્યારે સાથે રહેવાની વાત આવે, આખી જિંદગી સાથે રહેવાની વાત આવે ત્યારે હવામાં ઊડતું ‘પ્રેમ’નું બલૂન છોકરીના પપ્પાના પગ પાસે પડીને તૂટી જતું હોય છે! નક્કર બરછટ વાસ્તવિકતા સામે હિલોળા લેવા માંડે છે. મીઠી મીઠી વાતો, કરેલા વાયદાઓ, જોયેલાં સપનાઓ બધું જ પ્રશ્નાર્થચિહ્ન થઈને સામે નાચવા લાગે છે અને પછી ‘બધી જ પ્રેમકહાનીઓ પૂરી ક્યાં થાય છે’ કહીને મનને મનાવવાની શરૂઆત થાય છે. શીરીહ-ફરહાદ, લૈલા-મજનું, હીર-રાંજા વગેરે એ બધી અમર પ્રેમકહાની અને પછી ફિલ્મોને કારણે અમર થયેલી ‘સલીમ-અનારકલી’, ‘જોધા-અકબર’ કે પછી ‘બાજીરાવ મસ્તાની’. આ બધી જ કહાનીઓ અધૂરી છે. બે અધૂરાં અપૂર્ણ પાત્રોથી જ એક પૂર્ણ જોડી બને છે. આ બધી જ કહાનીમાં કશુંક બાકી રહે છે. તૂટન અને રુદન-એ ઈશ્કના હમદમ લાગે છે…

article-2725380-20889a6200000578-51_634x698
SLB તેમની માતા લીલા ભણસાલી સાથે.

‘બાજીરાવ-મસ્તાની’ને અમર બનાવવા એની સાથે સંજય લીલા ભણસાલીએ કેટલી ‘બાંધછોડ’ કરી એની પળોજણમાં નથી પડવું પણ થોડાં વર્ષો પૂર્વે એમને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલું કે, તમારી ફિલ્મો અત્યંત રોમેન્ટિક હોય છે. ફિલ્મોનાં પાત્રો પ્રેમમાં તરબોળ હોય છે, ટ્રેજિક અંત હોય છે. એક જનૂન અને આગ હોય છે, તો તમે તમારી લાઇફમાં કેટલા રોમેન્ટિક છો? સંજયસાહેબે કહેલું : ‘મારી જિંદગીમાં રહેલા પ્રેમના અભાવને હું પડદા પર બતાવી રહ્યો છું! મને લાઇફમાં જે પણ નથી મળ્યું એ બધું હું મારા કામ થકી ગ્રાન્ડ રીતે અનુભવવા ઇચ્છુ છું.’ પ્રેમનો અતિ અભાવ અને ચોતરફથી ઇગ્નોરન્સ તમને ઔર ક્રિયેટિવ બનાવી દેતાં હોય છે. અને આમ પણ માણસ પ્રેમ પામ્યા વગર કદાચ જીવી શકે પણ પ્રેમ કર્યા વગર કદાપિ નહીં. બીજો પ્રશ્ન ‘તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે?’ ના જવાબમાં સંજયસાહેબે કહેલું : ‘ના… અને હા. પાસ્ટમાં કરેલો.’ ‘તો હવે?’ ‘બસ, હવે એ(વ્યક્તિ) નથી! એના ગયા પછી હું મારી જિંદગીને વધારે ને વધારે પ્રેમ કરુંં છું. કોઈ એક વ્યક્તિને પ્રેમ કરવા કરતાં એ વધારે સારુંં છે! હવે મારા માટે કોઈ એક હ્યુમન બિઇંગને ચાહવું જરાય ઇમ્પોર્ટન્ટ નથી. અને મેં મારી લાઇફનાં ૩૮ વર્ષ એમ જ, ‘ખાલી’ કાઢયાં છે અને બાકીનાં ૩૮ વર્ષ કાઢવા માટે તૈયાર છું!’ સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં આટલો વલવલાટ, આટલી અધૂરપ, પ્રેમ પામ્યા પહેલાં કે પામ્યા પછી મૃત્યુ થવું, બધાં પાત્રોની આંખોમાં તરતો આંસુઓનો દરિયો-આ બધું કેમ હોય છે એ હવે કદાચ સમજાય છે. જિબ્રાનસાહેબે પ્રેમ અને બાદમાં મૃત્યુની જ વાત કરી છે.

અધૂરપ, ખાલીપણું, અભાવ, શૂન્યતા, વલવલાટ-આ બધી ઇશ્કની બાય પ્રોડક્ટ છે. કેટલાંય શ્રેષ્ઠ સર્જન પ્રિયપાત્રના છૂટયા પછી કે અલગ થયા પછી સર્જાયા છે. ચાર દિવસ પછી આવતા પ્રેમનાં પર્વ ‘વેલેન્ટાઇન’ના દિવસે(આમ તો ગમે તે દિવસે) તમારી પ્રિય વ્યક્તિને એટલું જ કહેજો કે, ‘તું છો એ મારા માટે સારું છે. તારું “હોવું” મને ગમે છે!’ પ્રેમમાં આટલું કહેવું કાફી છે.

***

(‘આનન ફાનન’ કૉલમ, અર્ધસાપ્તાહિક પૂર્તિ; સંદેશ)

તારિખ 10-02-2016

1460118729-719
તેઓ ભવ્યતાના આશિક છે, તેમને ભવ્યતા ગમે છે. અંદર ઘણી કાળાશ છે, પરંતુ કલ્પના રંગબેરંગી છે તેમની!  વાસ્તવિકતા કરતાં કલ્પનામાં દુઃખી થવું કદાચ વધારે ગમે છે તેમને! ‘દેવદાસ’નો પિતાના મૃત્યુ બાદનો ‘ભલે આદમી થે’,’ચલે ગયે.. બહોત બૂરા હુઆ’ વાળો સીન તેમના અંગત જીવનમાંથી લીધેલો છે.

બે-ત્રણ ફિલ્મો ને ચાર-પાંચ વાતું..!

कभी-कभी मैं ये सोचता हूँ
कि चलती गाड़ी से पेड़ देखो तो
ऐसा लगता है कि दूसरी सम्त जा रहे हैं
मगर हकीक़त में पेड़ अपनी जगह खड़े हैं
तो क्या ये मुमकिन है
सारी सदियाँ क़तार अंदर क़तार
अपनी जगह खड़ी हों
ये वक़्त साकित हो और हम हीं गुज़र रहे हों…
इस एक लम्हें में सारे लम्हें हों
तमाम सदियाँ छुपी हुयी हों
न कोई आईंदा न गुजिस्ताँ
जो हो चुका है वो हो रहा है
जो होने वाला है हो रहा है
मैं सोचता हूँ कि क्या ये मुमकिन है
सच ये हो कि सफ़र में हम हैं
गुज़रते हम हैं
जिसे समझते हैं हम गुजरता है
वो तो थमा है
गुजरता है या थमा हुआ
इकाई है कि बटा हुआ है
है मुलज्मिक या पिघल रहा है
किसे खबर है किसे पता है
कि ये वक्त क्या है

– जावेद अख्तर

‘બિતતા વક્ત હૈ ઔર ખર્ચ હમ હોતે હૈ’- આ અફલાતૂન ડાયલોગ હતો ફિલ્મ ‘યે જવાની હૈ દિવાનીનો’. બની શકે કે વૃક્ષ જેમ પોતાની જગ્યાએ ઊભા છે એમ અને ટ્રેનમાં બેઠેલા આપણે પસાર થઈએ છીએ એમ સમય અટકેલો હોય વર્ષોથી અને આપણે વહી જતા હોઈએ. બની શકે…

 

mirzya-stills-07
 પ્રેમિકા માટે દુનિયાથી, દુનિયાદારીથી લડતો-ઝઝુમતો પ્રેમી, સાહિબાન માટે લડવા તૈયાર થયેલો મિર્ઝા… 

‘મિર્ઝિયા’ રાકેશ ઓમપ્રકાશ મહેરાની પોએટ્રી છે, ગુલઝારની કલ્પના છે, દિલેર મહેંદીનું ગીત છે. ‘મિર્ઝિયા’ જોઈ એને સમય થયો, પછી ડેન્ગ્યૂ થયો(!) પણ હજુ યાદ છે. મિત્ર દિગંત સાથે ગયો હતો. એવા ઘણાય છે જેને ‘મિર્ઝિયા’ અતિશય ગમી છે. જેમને ઊતરી ગઈ છે અંદર. ‘હોતા હૈ… હોતા હૈ… ઈશ્ક મેં અક્સર હોતા હૈ.. ચોટ કહીં  લગતી હૈ જાકર… ઝખ્મ કહીં પર હોતા હૈ.. હોતા હૈ હોતા હૈ…’ આ શરુઆત હતી ‘મિર્ઝિયા’ની અને અંત પણ આવો જ કંઈક. મિર્ઝા-સાહિબાનની વાર્તાથી સૌ વાકેફ હશે જ અને કહ્યું એમ ફિલ્મને પણ સમય થયો, સો હવે બહું કશું ઉચ્ચારવાનો અર્થ નથી. કેમ કે ફિલ્મ અને બનેલી ઘટનાઓ વિશે તરત જ વાત કરો, રિવ્યુ આપો, એ વિશે કહીં કહો તો બરાબર બાકી વાસી-વાસી લાગે. હા, એટલી ઉમદા ફિલ્મ તો નો’તી જ કે તેના વિશે ગમે ત્યારે વાત કરો તાઝી જ લાગે. નેવર બિફોર કે એવર્ગ્રીન ટાઈપ નહોતી જ. પણ ‘ના માર કા જિસ્મ કા, ના દે થા થીનુ થા/ હો પડના સદા રહ ગયા, લે આયા ઈશ્ક લીખા’ માં જે ગામડામાં, ભારતીય પરિવેશમાં જે સ્ત્રીઓ ડાન્સ કરે છે, મન મૂકીને નાચે છે એ સીન્સ બહુ ગમ્યા. લાસ્ટમાં દિવાલ પર પેઇન્ટિગ્સ, પોટ્રેટ્સ ખૂબ ગમ્યા. લાસ્ટમાં એન્ડ ક્રેડિટ્સ વખતે બધી સ્ત્રીઓ નીચે બેઠી હોય છે અને એક ઊભી થઈને, બધું ભૂલીને નાચે છે. આ પ્રકારન સિન્સ ફિલ્મમાં ઘણી વાર આવે છે. ગુલઝાર સાહેબે લખ્યા છે, રાકેશસાહેબના મગજમાં શુ હશે? લાઈફ ઈઝ સેલિબ્રેશન? બધું ભૂલીને નાચો? … અસ્તિત્વનો ઉત્સવ.. ગુલઝાર સા’બે મજાકમાં કહેલું કે, સાહિબાને તીર કેમ તોડ્યા એવો પ્રશ્ન જ્યારે મને રાકેશે પૂછ્યો ત્યારે મેં એટલું જ કહ્યું કે, સાહિબાને મને નહોતું કીધું! પછી ગુલઝાર કહે છે કે, સાહિબાનને મેં પૂછ્યું અને એણે કહ્યું કે, ‘હોતા હૈ હોતા હૈ.. ઈશ્ક મેં તો હોતા હૈ ઔર એસા હી હોતા હૈ… ચોટ કહીં પે લગતી હૈ..’

 

‘એક નદીથી થી, દોનો કિનારે થામ કે બહેતી થી, કોઈ કિનારા છોડ ન શક્તી થી. એક નદી થી..’ આ અફલાતૂન લિરિક્સ ગુલઝારે સાહેબે એમ જ, સોન્ગ્સ માટે નહીં પણ, એમ જ લખ્યા હતા. લખીને આપ્યા હતા. ‘એક નદી થી.. તોડતી તો સહેલાબ આ જાતા, કરવટ લે તો સારી ઝમીં બહે જાતી.. એક નદી થી..’

 

…અમુક ‘હિચકી’ એક ગ્લાસ પાણીથી બંધ નથી થતી.. અમુક હિચકીનો ઝિક્ર નથી થઈ શક્તો..

 

એક તરફા પ્યારની કિંમત અને તાકાત ધરાવનારાઓને તથા તેના સિવાયનાઓને પણ ગમેલી ‘એ દિલ હૈ મુશ્કિલ’ દાદુ છે. કરણ જોહર પાસે અપેક્ષા હતી એવું ન લાગ્યું. પણ અપેક્ષા મને હતી. પ્રોબ્લેમ મારો હતો. એ ભાઈને જે કહેવું હતું, બયાન કરવું હતું, તે કર્યું છે. અધૂરમ મધૂરમ.. ‘અધૂરાશમાં જ મજા છે’ પ્રકારનું. રણબીરની આંખોનો બેશુમાર ઉપયોગ થયો છેઃ ‘મેરા આસમાં ઢૂંઢે તેરી ઝમીં, મેરી હર કમી કો હૈ તું લાઝ્મી..’

6_78
‘એ દિલ હૈ…’ના સેટ પર K.જોહર અને R.કપૂર 

વધારે ગમી જૂના બૉલિવૂડના ગીતોને કારણે. આપણે ફિલ્મોના શોખીન. બધું ગમે ફિલ્મોને લગતું. ફિલ્મો માત્ર ગમે.. રફી સાહેબ, શમ્મી સાહેબ.. ઘણું રિવાઈન્ડ થઈ ગયું. યાદ આવી ગયું… મજા પડી. ફિલ્મના ડાયલોગ મારફાડ છે. ઘણા ડાયલોગ્સ નૉટ કરવા જેવા લાગ્યા. વિટ્ટી લાગ્યા. ખબર ન પડે કે સારા છે એ રીતના સારા છે! અનુષ્કાની એક્ટિંગ લા-જવાબ, રણબીર ઈઝ રણબીર એન્ડ એશ્વર્યાની બ્યૂટી અફલાતૂન! શાહરુખ સાહેબને થોડી વધારે વાર સ્ક્રિન પર રાખ્યા હોત તો ઔર મઝા પડત. શું ડાયલોગ ડિલિવરી કરે છે બે…! માર ડાલા…

 

રણબીરભાઈ છેલ્લું ‘ચન્ના મેરેયા’ જાણે ફક્ત આંખોથી ગાય છે. ફિલ્મ પૂરી થયા પછી કદાચ કરણભાઈને પણ લાગ્યું હશે કે કંઈક ખૂટે છે.. પણ સર્જન અધૂરું જ લાગવાનું(અથવા રહેવાનું.. ‘ખુદા જેવા ખુદાના સર્જન ક્યાં મજાના છે?!’)

બાકી દોસ્તી પ્રેમ છે કે પ્રેમ દોસ્તી છે, એમાં-એ વિશે બહું વિચારવા જેવું-પડવા જેવું નથી. બધું બહુ કોમ્પલેક્ષ છે. માણસ જ કોમ્પલેક્ષ ચીજ છે. પ્રેમ કરશો તો દોસ્તી માંગશે, દોસ્તી કરશો તો પ્રેમનો આગ્રહ રાખશે. પ્રેમ જેવી દોસ્તી માંગશે, દોસ્તી જેવો પ્રેમ માંગશે. ખરેખર.. ગજબ ચીજ છે! માણસ અને માણસનું મન અને માણસનું શરીર! મન કંઈક માગે, મગજ કંઈક ઝંખે, શરીર કંઈક ચાહે! અપેક્ષાઓનો બોજ મન ઉપાડે છે અને તેની અસર શરીર પર પડે છે. છે ને ગજબ! સાંભળ્યું છે કરણ જોહર ડાયરેક્ટિંગ વખતે ખુબ રડતો હોય છે…

‘લવસ્ટોરી બધી ટ્રેજિક શા માટે હોય છે અને અહીં એ જ કેમ બનાવવામાં આવે છે’ આવા કંઈક પ્રશ્નના જવાબમાં ગુલઝાર સા’બે કહેલું, ‘કારણ ફક્ત એ જ છે કે, વો ઉદાસી બહોત દેર તક સુલગતી હૈ.. ઔર ખુશી ફુલજડી કી તરહ જલતી હૈ ઔર ખત્મ હો જાતી હૈ..’ યસ, આ તેમણે અગાઉ પણ કહેલું છે. હેપ્પી એન્ડિગ એન્ડ સેડ એન્ડિગ વચ્ચેનો જવાબ છે, કદાચ આ! રણબીરેના છેલ્લા સોન્ગ સાથે ફિલ્મનો પડદો પડે છે.. : ‘મહેફિલ મેં તેરી હમ ના રહે જો ગમ તો નહીં હેં… કિસ્સે હમારે નઝદિકીયોં કે કમ તો નહીં હે…’

***
છેલ્લે ‘પાસપોર્ટ’ જોયું. હા ગુજરાતી ફિલ્મ. સારું છે. ખબર નહીં કેટલામી વાર અમદાવાદમાં રહીને થિએટરમાં અમદાવાદ જોયું હશે. છેલ્લે ‘બે યાર’ અંજારથી આદિપૂર જઈને જોયું હતું. તો કંઈક અમદાવાદનો સિન આવે, સાબરમતી આવે એટલે એક-બીજાને કહીએ, ‘આપણે ગ્યા તાને..’, ‘જો આ સિટી ગોલ્ડ આવી..’, ‘જો માફિઆ આવ્યું..’ ,‘ગયા વર્ષે ગયા હતા..’

હવે સાલું, એસ.જી રોડ દેખાય તો એમ થાય કે…

14666308_1282982141732253_4985689649599447379_n‘પાસપોર્ટ’નું મ્યૂઝિક મસ્ત છે. મજા આવી. માપસરનું-બે કલાકનું છે. જયેશ મોરેનું કેરેક્ટર મસ્ત ક્રિએટ-એસ્ટાબ્લિસ્ડ થયું છે. એમની એક્ટિંગ ‘પોલમપોલ’માં પણ ગમેલી, ડાયલોગ બોલવાની સ્ટાઈલ ‘રોંગસાઈડ રાજૂ’માં પણ આલાતરિન હતી. બકૌલ પાસપોર્ટઃ ‘તમારા અમેરિકામાં ચોર હોય?’

***

હાં, તો બની શકે કે આ બધું, અને આપણે પણ પસાર થઈ રહ્યા હોઈએ અને સમય એમ જ હોય. બની શકે.. જાવેદ અખ્તર સાહેબની કવિતા મને એમ જ મળી ને મેં અહીં જોડી દીધી છે.. જો કે, આ લખાયું પણ એમના જ કારણે છે..

હા, આ મોટી ફિલ્મો વચ્ચે એક શૉર્ટ ફિલ્મની વાત કરવાની રહી ગઈ. દેવાશિશ મખીજાની મનોજ બાજપાઈઅભિનિત ‘તાંડવ’. એ પણ જોઈ. ‘સારું છે’ એટલું જ કહેવા કરતા એ વિશે વાત કરવાની વધારે મઝા પડશે. મળીએ.

maxresdefault
દુનિયાથી કંટાળીને-હારીને-નસીબ સાથે મગજમારી કરીને, પરિવારને ખુશ રાખવા પોતાની ખુશીમાં બાંધછોડ કરતો એક ફ્રસ્ટેટેડ માણસ; બધું ભૂલવા આખરે શું કરતો હોય છે? ડાન્સ? કે તાંડવ ? …